બોલવા માટેની શરીર રચના અને તેની પ્રક્રિયા

બોલવા માટેની શરીર રચના અને તેની પ્રક્રિયા બોલવાની પ્રક્રિયા ખુબ જટિલ છે તે ફક્ત જીભથી શબ્દો બોલવા પૂરતી જ મર્યાદિત નથી. આ પ્રક્રિયામાં મુખ્યત્વે શરીરના પાંચ ભાગો જોડાયેલા છે મગજ, ફેફસાં, સ્વરપેટી, કંઠનળી તથા મોઢાના અવયવો (જીભ, દાંત, જડબું, તાળવું). મગજ એ કોઈપણ પ્રક્રિયા માટેનું માળખું બનાવવાનું કામ કરે છે એટલે કે તે પ્રક્રિયા ક્યારે કરવી, કેવી રીતે કરવી તથા તેના માટે કયા કયા અંગોનો ઉપયોગ કરવો તેનું માળખું મગજ તૈયાર કરે છે. મગજને ડાબા તથા જમણા એમ બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. જેમાંથી ડાબુ મગજ સામાન્ય રીતે ભાષા માટેના કેન્દ્રો ધરાવે છે, એટલે કે બોલવા માટેનું માળખું ડાબુ મગજ તૈયાર કરે છે. મગજમાંથી તૈયાર થયેલો સંદેશો ચેતાઓ દ્વારા બોલવા માટે જરૂરી એવા ભાગો સુધી પહોંચે છે. ફક્ત બોલવા માટેનું જ નહીં, કોઈએ બોલેલી વાત સમજવા માટે પણ ડાબા મગજમાં આવેલા કેન્દ્રો મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે કોઈ કંઈ બોલે છે ત્યારે તેમણે બોલેલી વાત સૌ પ્રથમ કાન દ્વારા સાંભળવામાં આવે છે અને ત્યાંથી તે સંદેશો સમજવા માટે મગજમાં જાય છે. આ સંદેશો સમજાયા બાદ મગજ તેના જવાબ માટેનું માળખું તૈયાર કરે છે. બોલવા માટે ફેફસાં પણ ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈ પણ શબ્દ ફક્ત જીભ ચલાવવાથી જ બોલાતો નથી, શબ્દો બોલવા માટે ફેફસાંમાંથી શ્વાસ છૂટવો પણ જરૂરી હોય છે, જે શ્વાસ ફેફસાંમાંથી સ્વરપેટીમાં જાય છે તથા ત્યાંથી અવાજ સ્વરૂપે મોઢામાં જાય છે, જ્યાંથી શબ્દ બોલાય છે. ફેફસાંમાંથી કેટલી હવા નીકળે છે તેના ઉપરથી જ અવાજ મોટો કે નાનો કરી શકાય છે. સ્વરપેટી ગળામાં આવેલી છે જેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે. આ સ્વરપેટીમાં બે સ્નાયુઓ આવેલા છે જેને આપણે વોકલ કોર્ડ તરીકે ઓળખીએ છીએ. આ વોકલ કોર્ડ સામાન્ય રીતે ભેગા રહેતા હોય છે, પરંતુ જ્યારે ફેફસાંમાંથી હવા બહાર આવે ત્યારે તે હવા આ સ્નાયુઓને એકબીજાથી દૂર ધક્કો મારે છે અને આ પ્રક્રિયા થવાથી સ્નાયુઓમાં ધ્રુજારી થાય છે જેના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. બોલતી વખતે આ વોકલ કોર્ડની લંબાઈમાં ફેરફારો થતા હોય છે તથા તેમના તનાવમાં ફેરફાર થતા હોય છે. આના કારણે આપણે અવાજ જાડો કે પાતળો કરી શકીએ છીએ. આ અવાજ ગળામાં ઉપર તરફ આવેલ કંઠનળી સુધી પહોંચે છે, જ્યાં અવાજની ગુણવત્તામાં ફેરફાર થાય છે. આ ભાગ એક નળી જેવો છે, આ નળીની લંબાઈ તથા જાડાઈ દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોય છે, જેથી દરેક વ્યક્તિના અવાજની ગુણવત્તામાં તે નળીના માપ અનુસાર ફેરફાર થાય છે. કંઠનળીમાંથી પસાર થયેલો આ અવાજ હવે મોઢાના અવયવો સુધી પહોંચે છે, જ્યાં શબ્દો બોલાવાની પ્રક્રિયા થાય છે. શબ્દો બોલવા માટે ફક્ત જીભ નહીં પરંતુ દાંત, હોઠ, જડબું તથા તાળવાનો પણ ઉપયોગ થાય છે. ગળામાંથી નીકળેલ અવાજ જ્યારે મોઢા સુધી પહોંચે ત્યારે મોઢામાં રહેલી જીભ અલગ-અલગ જગ્યાએ ફરે છે. જેના કારણે સ્વરનો ઉચ્ચાર કરવો શક્ય બને છે. બોલવામાં ફક્ત મોઢાનો જ નહીં પરંતુ નાકનો પણ ઉપયોગ થતો હોય છે, મ કે ન જેવા સ્વરો બોલવા માટે બે હોઠ ભેગા થાય છે તથા તેની સાથે સાથે પાછળનું તાળવું નીચું થાય છે, જેના કારણે નાકમાંથી હવા પસાર થાય છે અને સ્વર બોલાય છે. બોલવાની પ્રક્રિયાનું નિયમન ઘણા બધા અંગો દ્વારા થાય છે, જ્યારે આ બધા જ અંગો એકસાથે મળીને કામ કરે ત્યારે વ્યક્તિ સ્પષ્ટ પણે બોલી શકે છે. જો કોઈપણ કારણસર આ બધા અંગોમાંથી કોઇ એક અંગમાં પણ તકલીફ થાય તો તેની સીધી અસર બોલવા પર થાય છે. You Can Buy Full Book on Online!!! Just Click Here: https://pravinprakashan.com/book/speech-therapy


Helpline Details
+91 9016948137 +91 9016948137
Opening Hours
  • Monday – Saturday
    10:00 AM to 07:30 PM
  • Sunday
    Closed