Speech Therapy Book

Home Download Speech Therapy Book

Speech Therapy Book

બોલવાની પ્રક્રિયા ખુબ જટિલ છે. તે ફક્ત જીભથી શબ્દો બોલવા પૂરતી જ મર્યાદિત નથી. આ પ્રક્રિયામાં મુખ્યત્વે શરીરના પાંચ ભાગો જોડાયેલા છે મગજ, ફેફસાં, સ્વરપેટી, કંઠનળી તથા મોઢાના અવયવો (જીભ, દાંત, જડબું, તાળવું). મગજ એ કોઈપણ પ્રક્રિયા માટેનું માળખું બનાવવાનું કામ કરે છે એટલે કે તે પ્રક્રિયા ક્યારે કરવી, કેવી રીતે કરવી તથા તેના માટે કયા કયા અંગોનો ઉપયોગ કરવો તેનું માળખું મગજ તૈયાર કરે છે. મગજને ડાબા તથા જમણા એમ બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. જેમાંથી ડાબુ મગજ સામાન્ય રીતે ભાષા માટેના કેન્દ્રો ધરાવે છે, એટલે કે બોલવા માટેનું માળખું ડાબુ મગજ તૈયાર કરે છે. મગજમાંથી તૈયાર થયેલો સંદેશો ચેતાઓ દ્વારા બોલવા માટે જરૂરી એવા ભાગો સુધી પહોંચે છે. ફક્ત બોલવા માટેનું જ નહીં, કોઈએ બોલેલી વાત સમજવા માટે પણ ડાબા મગજમાં આવેલા કેન્દ્રો મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે કોઈ કંઈ બોલે છે ત્યારે તેમણે બોલેલી વાત સૌ પ્રથમ કાન દ્વારા સાંભળવામાં આવે છે અને ત્યાંથી તે સંદેશો સમજવા માટે મગજમાં જાય છે. આ સંદેશો સમજાયા બાદ મગજ તેના જવાબ માટેનું માળખું તૈયાર કરે છે.