નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ રાજકોટ તા.૦૯, જાન્યુઆરી ૨૦૨૩
રાજકોટ ખાતે આગામી તારીખ ૦૯ જાન્યુઆરી સોમવાર ના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી ડિવાઈન રીહેબીલીટેશન સેન્ટર ૧૩/૩, જાગનાથ પ્લોટ, કાઠીયાવાડ જીમખાના પાછળ, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે જન્મજાત થી ૧૮ વર્ષ સુધી ના બાળકો માટે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં શારીરીક તથા મગજની તકલીફ ધરાવતા જેમ કે સેરેબ્રલ પાલ્સી, ડીલેઈડ ડેવલપમેન્ટ, ટોર્ટિકોલિસ, આંચકી, ઓટીઝમ, ADHD, હાઈપર એક્ટીવ બાળકો, સ્નાયુઓની નબળાઈ તેમજ કોઇપણ ફ્રેકચર વગેરે જેવી તકલીફ ધરાવતા બાળકોને ડો. કૃતિ દેસાઈ તેમજ ડિવાઈન રીહેબીલીટેશન સેન્ટરની ડોક્ટર ટીમ દ્વારા યોગ્ય તપાસ કરી જરૂર પ્રમાણે કસરતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. નોંધ : કેમ્પમાં આવનાર બાળકોને થેરાપી ચાર્જમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો. ૯૦૧૬૯૪૮૧૩૭ પર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. (જુના રીપોર્ટસ સાથે લાવવાના રહેશે.)